લીંબડી મીલન જીનના માલીક દ્વારા કોરોના દર્દીઓ અને મેડિકલ સ્ટાફને આજે લીલા નારિયેળ પાણી પીવડાવવામાં આવ્યા

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ કોરોના વોર્ડ અને એક કોરોના સંકાસ્પદ વોર્ડ આવેલ છે ત્યારે આ વોર્ડમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહેલા છે. લોકોની સારવાર લીંબડી સિવિલ હોસ્પિટલનો મેડીકલ સ્ટાફ પણ સારીરીતે કરી રહ્યા છે ત્યારે આજે લીંબડી બિઝનેસ મેન મિલન જીનના માલીક બાબુભાઈ જીનવાળા દ્વારા આ તમામ લોકને લીલા નારિયેળ પાણી પીવડાવવામાં આવ્યું હતું તેમજ લીંબડી નિલકંઠ વિદ્યાલય ખાતે પણ એક આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે ત્યા આગળ પણ દર્દીઓને નારીયેળ પાણી આપવામાં આવ્યું હતું ત્યારે બાબુભાઈ જીનવાળા દ્વારા આવી એક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.

મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696