એમ્બ્યુલન્સના કર્મચારીઓએ એમ્બ્યુલન્સમાં જ મહિલાને ડીલીવરી કરાવી એક સરાહનીય કામગીરી કરી

આજ રોજ તારીખ 08/05/2021 ના રોજ સાંજ ના 8 વાગ્યા આસપાસ બાલાસર 108 અમબ્લુન્સ ને કોલ મળતાં કોલર દ્વારા જાણવા મળ્યું કે બેલવાઢ એક શ્રમિક મહિલા ને ડિલિવરી નું દર્દ થાય છે તેવું જાણવા માં આવ્યું હતું ત્યારે બાદ બાલાસર 108 ના ઇમટી ધવલ કેશવાલા અને પાયલોટ દિપકદાન ગઢવી તુરંત બેલવાઢ પોહોંચી દર્દી હિરલ બેન ની તપાસ કરતા માલૂમ પડ્યું ક અમબ્લુન્સ માં જ ડિલિવરી કરવી પડે એમ છે તેથી ઈમટી ધવલ કેશવાલા એ એમર્જનસી ડોક્ટર ની સલાહ મુજબ હિરલબેન ની ડિલિવરી પાર પાડી હતી અને હિરલબેન એક તંદુરસ્ત બાળક ને જન્મ આપ્યો હતો.તેથી આવા કોરોના કાળ મા 108 ના સ્ટાફ એ વધુ એક વાર 108 એ એક શ્રમિક પરિવાર ની વારે આવી અમબ્લુન્સ માં જ ડિલિવરી કરાવી ને માતા અને બાળક ને જરૂરી સારવાર આપી સરકારી હોસ્પિટલ રાપર ખસેડીયા હતા હાલ જાણવા માલતા માતા અને બાળક બને ની તબિયત તંદુરસ્ત છે આવી જ એક સરાહનીય કામગીરી બદલ 108 અમબ્લુન્સ નો આભાર માન્યો હતો.