કોરોના મહામારી વચ્ચે સેવાકીય પ્રવૃત્તિને કારણે માનવતા મહેકી ઉઠી


પાટણ જિલ્લા ના રણ કાંઠા વિસ્તાર માં કોરોના ના દર્દીઓ ને તાત્કાલિક ઓક્સિજન જરૂરિયાત ના કારણે જીવ ગુમાવવો ન પડે અને પ્રાથમિક સારવાર તરતજ મળી રહે તે માટે સેવાભાવી સંસ્થા અને ડોક્ટર ના સહયોગ થકી ઓક્સિજન મશીન વસાવી દર્દીઓ ને મદદ રૂપ બનતા છેવાડાના વિસ્તાર માં દર્દીઓ ને મોટી રાહત થવા પમી છે.
પાટણ જિલ્લા દિવસે ને દિવસે કોરોના નું સંક્રમણ વધવા પામ્યું છે. જેને લઈ સરકારી અને ખાનગી હોસ્પિટલો માં બેડ અને ઓક્સિજન ની ભારે અછત સર્જવા પામી છે. તેવામાં હવે ગ્રામ્ય વિસ્તારો માં પણ કોરોના પ્રસરવા પામ્યો છે ત્યારે આવા વિસ્તાર માં કોરોના ના દર્દી ને ઓક્સિજન ની જરૂરિયાત ઉભી થાય તો મોટી તકલીફ ઉભી થવા પામે અને સમયસર ઓક્સિજન ન મળે તો દર્દી નો જીવ પણ ગુમાવવા નો વારો આવે ત્યારે શંખેશ્વર તાલુકા માં સેવા ભાવી સંસ્થા અને ડોક્ટર સાથે મળી ને પ્રાથમિક તબકકે દર્દી ને ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન મશીન વસાવવામાં આવ્યું છે. જેમાં કોરોના ના દર્દી ને ઓક્સિજન ની જરૂરિયાત ઉભી થાય તો ઇમરજન્સી ૧૦૮ ન પહોંચે ત્યાર સુધી સેવા ભાવી સંસ્થા અને ડોક્ટર દ્વારા ઓક્સિજન મશીન દ્વારા દર્દી ને ઓક્સિજન આપવામાં આવે છે. જેથી દર્દી ને જીવ ગુમાવવા નો વારો ન આવે
પાટણ જિલ્લા ના શંખેશ્વર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં અત્યાર સુધી 257 જેટલા કોરોના ના કેસ નોંધવા પામ્યા છે અને આ છેવાડાના ગ્રામ્ય વિસ્તાર માં કોરોના દર્દીઓ ને ઝડપી સારવાર મળવી ખુબજ મુશ્કેલ છે તેમાં પણ જો દર્દી ને ઓક્સિજન ની જરૂરિયાત ઉભી થાય તો પરિસ્થિતિ વિકટ બને પરંતું શંખેશ્વર ખાતે સેવા ભાવિ વ્યક્તિઓ અને ખાનગી ડોક્ટર ની સેવા કરવાની ભાવના સાથે દર્દીઓ માટે આજે બે ઓક્સિજન મશીન વસાવ્યા છે જેને લઈ જરૂરિયાત મંદો ને સમય સર ઓક્સિજન મળી રહેતા રાહત મળવા પામી છે
શંખેશ્વર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં કોરોના નો પગ પેસારો થવા પામ્યો છે અને તાવ સહિત ની અન્ય તકલીફો ઉભી થાય તો સામાન્ય દવા 2 થી 3 દિવસ લઈ ઘરે રહેતા પરંતુ ત્યાર બાદ તકલીફ વધી જાય ત્યારે ઓક્સિજન ની જરૂરિય ઉભી થતા દર્દી મુખ્ય સેન્ટર શંખેશ્વર ખાતે આવે પરંતુ ત્યાં પણ ઓક્સિજન ની તકલીફ ને લઈ દર્દીઓ ના જીવ જોખમ માં મુકાઈ જતા ત્યારે આ મામલે સ્થાનિક ડોક્ટર રમેશ હાલાણી એ ઇતર સેવા ભાવી સંસ્થા ના મિત્રો ને આ બાબત ની જાણ કરી ત્યારે આ મામલે ઓક્સિજન મશીન વસાવવા માટે નક્કી કરી બોમ્બે ખાતે થી બે ઓક્સિજન મશીન મંગાવી સાથ સહકાર થી દર્દીઓ ની સેવા કરી રહ્યા છે.