આપણા રાષ્ટ્રીય પક્ષી મોર નો જીવ બચાવી વન વિભાગને સોંપતા મીઠાપુર ગામના ગ્રામજનો

બાવળા: આજે વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ ની ઘટના છે બાવળા તાલુકાના મીઠાપુર ગામ માં આવેલ ખોડીયાર માતાના મઢ પાસે ના ચોકમાં આપણા દેશના રાષ્ટ્રીય પક્ષી કહેવાતા મોરની થોડા શ્વાનઓએ મળીને પીંખી નાખ્યો હતો. તો આજુબાજુમાં રહેતા પરિવારોના સ્ત્રીઓ એ તે શ્વાનઓથી મોરની બચાવ્યો હતો અને ત્યાં બાજુમાં આવેલ ખોડીયારમાના મંદિરમાં તેને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને પાણી તથા તેના માટે ખાવા થોડું અનાજ પણ રાખવામાં આવ્યું હતું. તે પછી ગામના જ  એક પશુપ્રેમી યુવક  ગોહેલ સોહીલ કુમાર અને એક યુવતી ગોહેલ દક્ષા બહેને વનવિભાગનો સંપર્ક કરી વનવિભાગના કર્મચારી ભુપેન્દ્રસિંહ વાઘેલા એ આવીને મોરને રેસ્ક્યુ કરી તેને નજીકમાં આવેલ પશુ આરોગ્ય કેન્દ્રમાં વધુ સારવાર માટે લઇ ગયેલ હતા.

રિપોર્ટર : ગોહેલ સોહિલ કુમાર