બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ ધર્મેન્દ્ર ભાઈ લાઠીગરા એ કોરોના સામે અશક્યજંગ જીત્યો

પ્રબળ આત્મવિશ્વાસ અને ઉપરવાળા ઉપર અતૂટ શ્રદ્ધા એ શરીર નું સમતોલન જાળવી રાખ્યું. ડો. રિંકલ મેડમ આટલી ગંભીર સ્થિતિ વાળું પેશન્ટ વેન્ટિલેટર વગર ઝડપથી રિકવર થાય તે પ્રથમવાર જોયું છે.ડો. વિરડીયા સાહેબ, બોટાદ – પેશન્ટ ની સ્થિતિ ગંભીર છે પરંતુ ઓકસીજન લેવલ વધે છે એટલે આપણે કંટ્રોલ કરી શકીશું, ડરવા ની જરૂર નથી. ડી ડાયમર-4220, સિટી સ્કેન સ્કોર- 23( 92%), CRP- 38.20%, જેવી સ્થિતિ માં કોરોના સામે શરૂ થયો જંગ. સંક્રમિત થયા પછી સતત આઠ દિવસ સુધી તાવ રહેવાથી ફેફસાં 92% સંક્રમિત થયા હતા, સાથે ડાયમર 4220 પહોંચી જતા,CRP 38.2% થયું હતું. ઓકસીજન લેવલ ઘટવા લાગ્યું, ગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ઓકસીજન બાટલ મેળવી બે દિવસ આરામ બાદ બોટાદ અને આસપાસના શહેરોમાં ખાનગી હોસ્પિટલ માં તપાસ કરી પરંતુ તમામ બેડ ફૂલ અને પેશન્ટ નું લાંબુ વેઇટિંગ લીસ્ટ થી હોસ્પીટલો ઉભરાતી હતી તે સ્થિતિમાં જસદણ સરકારી હોસ્પિટલ નો સંપર્ક કરી જસદણ સરકારી હોસ્પિટલ માં દાખલ થઈ સારવાર મેળવવાનો નિર્ણય લેવામાં આવ્યો. સીએચસી ,જસદણના મેડિકલ ઓફિસર રાકેશ મૈત્રી સાહેબ અને એમડી ડોકટર રીંકલ મેડમ ની સતત દેખરેખ હેઠળ સારવાર શરુ કરવામાં આવી, સાથે બોટાદના ખ્યાતનામ ડોકટર વિરડીયા સાહેબ સાથે સતત સંપર્કમાં રહી પેશન્ટ ની સ્થિતિ રીપોર્ટ અંગે જરૂરી સૂચન માર્ગદર્શન થી પેશન્ટ ને જરૂરી દવાઓમાં ફેરફાર કરી સતત મદદ પહોંચાડવામાં આવી. 21 એપ્રિલના રોજ હોસ્પીટલમાં સારવાર માટે એડમિટ થયા પછી પેશન્ટ ની ગંભીર સ્થિતિ ને લઇ ડોકટર નર્સિંગ સ્ટાફ એલર્ટ થયા હતા. ડોકટરની સૂચના મુજબ સમયસર દવાઓ, ઇન્જેક્શન, બાટલા શરૂ કરવામાં આવ્યાં, સાથે હોસ્પીટલ માં મર્યાદિત સંસાધનો ને કારણે, વેન્ટિલેટર ની જરૂરિયાત ઊભી થવા ની શક્યતા બતાવી તૈયારી રાખવા જણાવ્યું, પરંતુ 21 દિવસ પછી પેશન્ટ ની રિકવરી જોઈ તમામ નર્સિંગ સ્ટાફ, તબીબો આશ્ચર્ય ચકીત થઈ ગયા હતા, કારણ કે આટલું ગંભીર પેશન્ટ વેન્ટિલેટર વગર સજા થાય તે ડોકટરો માટે પણ એક ચમત્કાર થી વધારે હતું. પ્રાઇવેટ હોસ્પિટલ માં 92% સંક્રમિત દર્દીઓના રીપોર્ટ જોઈ પોતાની હોસ્પિટલ ની શાખ બચાવવા પડકાર જનક સ્થિતિ વાળા પેશન્ટ ને દાખલ ન કરાય તેવા અનુભવ પણ મેળવ્યા ત્યારે ત્યારે 92% ફેફસાં સંક્રમિત થયા હોય તેવાં કેસ સારા સારા ડોકટરો હાથમાં લેતાં ગભરાટ અનુભવે તે પણ જોવા મળ્યું. કુટુંબીજનો એ સતત સાથે રહી બાટલા, ખાટલા, ડોકટર અને દવા માટે સતત સંકલન કરી સ્થિતિ હળવી કરી.આવી સ્થિતિમાં એકવાત નિશ્ચિત હતી, આવી સ્થિતિમાં થી પોતાની જાતને કેમ સંભાળવી ? વાત આખી ઓકસીજન ની જરૂરિયાત ની હતી. તમારાં શરીરને ઓકસીજન ની જરૂરિયાત એટલી ઓછી કરવાનો પ્રયત્ન કરો કે ઓકસીજન મેળવવાની હડબડા હટ માં શરીરની એનર્જી ન વેડફાઈ, શરીર માં સતત નબળાઈ, અશક્તિ વચ્ચે પણ સ્વાચ્છો શ્વાસ ની કસરત કરવી નિયમિત દવા લેવી અને માત્ર ને માત્ર આરામ કરવો શક્તિ બચાવવાનો પ્રયત્ન કરવો સાથે એક અડગ આત્મ વિશ્વાસ સાથે હું આ જંગમાં જરૂર જીતીશ તેવા દ્રઢ મનોબળથી જ આ જંગને જીતવો શક્યો બન્યો હતો. ડર માણસ ને કમજોર કરે છે, આત્મ વિશ્વાસ રોગ પ્રતિકારાત્મક શક્તિ માં વધારો કરે છે. આવા સમયે સારું વાંચન, મોબાઈલમાં હકારાત્મક મનોરંજન, ખુશ મિજાજ રહેવાથી ખૂબ ઝડપથી સાજા થઈ જવાય છે તેવો જાત અનુભવ અનેક માટે પ્રેરણા રૂપ બનશે. 21 દિવસ હોસ્પિટલ માં સારવાર લીધાં બાદ કોરોના સામેનો જંગ જીતી ઘરે પરત ફરતા, તમામ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.