ચાણસ્મા પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું. ચાણસ્મા પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરી બતાવ્યું

સમગ્ર વિશ્વમાં બીજા સ્ટેજમાં કોરોના કહેર એ કાળો ભરડો લીધો છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા મથકે આવેલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જે લોકોના માસ્કના પહેરી હોય તેમને દંડ આપવાની જગ્યાએ માસ્ક પહેરવા સૂચન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના ના કેશો રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે સમગ્ર દેશનું શાસન તેમજ પ્રશાસન ચિંતિત હોય લોકોની સુખાકારી માટે પોતાનાથી બનતા પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે આજરોજ ચાણસ્મા ખાતે આવેલ હાઇવે સર્કલ પર ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ શક્તિસિંહ ગોહિલ, પીએસઆઇ વી.આર પટેલ પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કેતનભાઈ પટેલ, ટ્રાફિક નવલસિંહ પરમાર, ટ્રાફિક અશોક ભાઈ ચૌધરી ટાઉન જમાદાર જનકભાઈ રાઠોડ તેમજ ફરજ ઉપરના પોલીસ સ્ટાફ તેમજ ટીઆરબી જવાનો દ્વારા વાહનચાલકો ને જે લોકો એ માસ્ક ન પહેરીયુ હોય તેવા લોકોને ઉભા રાખી માસ્ક આપી કોરોના થી બચવા માટે સુચન કરવામાં આવ્યું અવશ્ય માસ્ક પહેરો તેવી સૂચના આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના કોવિડ ગાઈડલાઇન મુજબ જે લોકોએ માસ્ક ન પહેરીયા હોય તેઓનેરૂપિયા ૧૦૦૦નો દંડ આપવામાં આવે છે ત્યારે ચાણસ્મા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે કેમ કે તેઓએ 1000 રૂપિયા દંડ આપવાના બદલે જે લોકોએ મસ્ક ન પહેરીયા હોય તેઓને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યું હતું. પાટણ જીલ્લામાં ચાણસ્મા પોલીસ લોકો માટે હમેશા નું સુદર કાર્ય કરતું આવ્યું છે અને આવા કોરાના કાળમાં પણ સુંદર કાર્ય માં કાર્યરત છે.