બોટાદ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ તથા ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ ના કિસાન આગેવાનો દ્વારા રાસાયણિક ખાતર ના ભાવ વધારા સામે કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપવામાં આવ્યું

આજરોજ બોટાદ ના ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ તથા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના આગેવાનો દ્વારા કલેક્ટર બોટાદને  આવેદન પત્ર આપી જણાવવામાં આવેલ છે કે સરકાર દ્વારા રાસાયણિક ખાતરનો સખ્ત ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ભાવ વધારો ખેડૂતોને પોસાય તેમ નથી

 હાલમાં કોરોના મહામારી હોય અને રાસાયણિક ખાતર માં ૫૦ થી ૬૦ ટકા નો ભાવ વધારો થયેલ હોય જે ભાવ વધારાને કારણે ખેડૂતો ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતો આ ભાવ વધારો  સહન કરી શકે તેમ ન હોય જેથી આ રાસાયણિક ખાતર માં થયેલ ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરેલ છે

   વધુમાં જણાવેલ છે કે સરકારે 2022 માં ખેડૂતોની આવક ડબલ થશે તેમ સરકાર દ્વારા જણાવેલ હતું પરંતુ હાલની મહામારી ના સમયમાં અને રાસાયણિક ખાતર ના ભાવ વધારા માં ખેડૂતો પાયમાલ થઈ જાય તેમ છે અને ડબલ આવક કરતાં ડબલ જાવક થાય તેમ છે જેથી આ રાસાયણિક ખાતર માં થયેલ ૫૦થી ૬૦ ટકાનો ભાવ વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચવા અને ખેડૂતોની ખેતીકામ માટે  જરૂર પડતી તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારો નહીં કરવા માંગ કરેલ છે.