ધાણેટી નજીક મોટર સાયકલને બોલેરો ચાલકે અડફેટે લીધી

મળતી માહિતી મુજબ / તાલુકાના ધાણેટી ગામ નજીક બોલેરો ગાડીના ચાલકે મોટર સાયકલને અડફેટે લીધી હતી. જેમાં ચાર લોકોને ઈજાઓ થઈ હતી. ત્યાર બાદ તેમને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં ખીમજી ભુરાભાઈ ભીલે આપેલી કેફીયત મુજબ ધાણેટી તરફ જતા રોડ પર મોટર સાયકલ પર જતા ચાર (4) ને અજાણ્યા બોલેરો ચાલકે અડફેટે લીધા હતા. જેમાં ચારેયને ઈજા થતા ભુજ જી.કે. જનરલ દાખલ કરવામાં આવ્યા હતા.