ઈરાદા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા 25 ઓક્સિજન કોન્સન્ટ્રેટર

બાવળા : અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર એ મુખ્યમંત્રીશ્રી ના “મારુ ગામ કોરોના મુક્ત ગામ” ના આહવાન ને ઝીલી લીધું છે એવો દાખલો આજ રોજ માનનીય મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ ના અથાત પ્રયાસ થી બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્ર તથા બાવળા સામુહીક આરોગ્ય કેન્દ્ર તથા નગરપાલિકા અટલ હોલ ખાતે સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા ધોળકા પ્રાંત અધિકારી શ્રી જલંધરા સાહેબ બાવળા મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ના પ્રયાસ થી એમનીલ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની તરફથી ચાલતા ઈરાદા ફાઉન્ડેશન દ્વારા 25 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા.આ કાર્યક્રમ માં સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ અમદાવાદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણા અમદાવાદ જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ મેર પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ તેમજ જિલ્લા સદસ્યો તાલુકા સંગઠન આગેવાનો તેમજ બાવળા મામલતદાર શ્રી દેસાઈ સાહેબ તથા બાવળા તાલુકા અધિકારી શ્રી દેસાઈ સાહેબ તથા CHC માં ફરજ બજાવતા ડોક્ટર તથા સ્ટાપ હાજર રહ્યા હતાં.
રિપોર્ટર : ગોહેલ સોહિલ કુમાર