દાહોદ શહેરમાંથી એક ખાનગી હોસ્પિટલની આગળથી લોક મારી પાર્ક કરેલ મોટરસાઈલની ઉઠાંતરી થયાનું જાણવા મળે છે

images-2-1

દાહોદ તાલુકાના રોઝમ ગામે હોળી ફળિયામાં રહેતાં અમીતભાઈ પ્રતાપભાઈ રાઠોડ ગત તા.૦૮મી મે ના રોજ દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તાર ખાતે કોઈ કામ અર્થે આવ્યાં હતાં અને આ વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલની આગળ પોતાની મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોર કરી લઈ નાસી જતાં આ સંબંધે અમીતભાઈ પ્રતાપભાઈ રાઠોડે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.