ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક આઠ વર્ષીય બાળાને અડફેટે લીધો

ગત તા.૧૧મી મે ના રોજ પાટીયાઝોલ ગામે ભુરીયા ફળિયામાં એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન રસ્તાની લાઈડમાં રમી રહેલ આઠ વર્ષીય હંસાબેન ગોપાળભાઈ વાખળા (રહે.મીનાક્યાર, વાખળા ફળિયું, તા. ગરબાડા) ને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં હંસાબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળ પરજ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ સંબંધે મીનાક્યાર ગામે વાખળા ફળિયામાં રહેતાં કમલેશભાઈ વેસ્તાભાઈ વાખળાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.