મોરબી : ઘરમાંથી શરાબની ભઠ્ઠી ઝડપાઇ

મળતી માહિતી મુજબ/ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં રહેણાંક મકાનમાંથી દેશી શરાબની ભઠ્ઠીઓ મળતા શરાબ બનાવવાનો આથો, તૈયાર શરાબ અને સાધનો કુલ મળીને 7100 ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે ઘરમાં મહિલા હાજર હતા જો કે, દારૂ બનાવતો ઈસમ મળી ન આવતા પોલીસે તેને પકડવા કાર્યવાહી શરૂ કરે છે. રફાળેશ્વર ગામમાં રહેતા પુનાભા પંચાણભા ગઢવીના રહેણાંક મકાનમાં શરાબની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા ઘરમાંથી શરાબ બનાવવા માટેનો ઠંડો આથો 300 લીટર, તૈયાર દેશી શરાબ 40 લીટર, ગેસનો બાટલો અને ગેસનો ચુલો મળીને 7100 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા હાલમાં કરવામાં આવે છે. તેના પતિને પકડવા પોલીસે તજવીજ શરૂ કરે છે અને હાલમાં દંપતીની સામે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.