ગાંધીધામમાં આવેલ કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં ૩ વર્ષીય બાળકીની હત્યા કરી ફેંકી દેવાઇ

મળતી માહિતી મુજબ / ગાંધીધામના પીએસએલ કાર્ગો વિસ્તારમાંથી ૩ વર્ષીય બાળકીને કોઇ પાતળા બાંધાનો શખ્સ લઇ ગયો હોવાની જાણ પોલીસ મથકે કર્યા બાદ આજે આ ૩ વર્ષીય માસૂમનો મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સમગ્ર સંકુલમાં અરેરાટી ફેલાઇ છે. આ પિશાચી ઘટનામાં ૩ વર્ષીય આ માસૂમ સાથે દુષ્કર્મ પણ આચરાયું હોવાની આશંકા સુત્રો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. હાલ પોલીસે ઘટનાસ્થળે જઇ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાથી માત્ર પરિવાર જ નહીં આખો સમાજ સ્તબ્ધ થયો છે. અને આ નરાધમ હત્યારાને પકડી ધાક બેસાડતી સજા કરવા માંગ ઉઠી રહી છે. તો આવા આરોપી ને જલ્દી પકડી કાયદેસર સજા ને પાત્ર થાય.