રાધનપુર તાલુકાના દેવ ગામમાં ઉનાળમાં પીવાના પાણી માટે પ્રજાને વલખાં

રાધનપુર તાલુકાના દેવ ગામના ગાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની સમસ્યા ઉભી થવા પામે છે અહીં રહેતા લોકોને પીવાનું પાણી ભરવા દૂર જવું પડે છે આ વિસ્તારમાં રહેતા ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય રૂડીબેન પરમારને માથે બેડું ઉપાડી પીવાનુ પાણી ભરવા ખેતરોમાં બોર પર જવું પડતું હોવાની વાત તેમણ જણાવી હતી. અહી રહેતી મહિલાઓએ જણાવ્યું હતું અમારા વિસ્તારમાં ઉનાળામાં પાણી ક્યારે આવતું નથી ઉનાળામાં નાવા વાપરવા અને પીવા માટેનું પાણી ખેતરોમાં બનાવેલા બોરમાંથી ભરી લાવે છે પરંતુ બોર નું પાણી ખારું અને ડોળું આવતું હોવાને લઈને પાણી પીવાથી ઝાડા થઇ જાય છે જ્યારે એ પાણીથી નાઈએ તો શરીરમાં ખંજવાળ આવે છે વર્ષોથી ઉનાળામાં અમારા વિસ્તારમાં સર્જાતી પાણીની સમસ્યા બાબતે અનેકો વખત રાજકીય નેતાઓ પાણી પુરવઠા અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવેલી છે પરંતુ અમારા વિસ્તારની પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવતું નથી જેને લઈને પાણીની સમસ્યાનો સામનો કરતી મહિલાઓ એ પાણી પુરવઠા વિભાગ વિરોધ સૂત્રોચ્ચાર કરી માટલા ફોડયા હતા અને ચાર દિવસમાં પાણીની સમસ્યાનું નિવારણ નહીં આવે તો પાણી પુરવઠા કચેરીમાં જઇ માટલા ફોડવામાં આવશે તેવું મહિલાઓએ જણાવ્યું હતું.