ગઢશીસા વિસ્તાર માં વાવાઝોડા થી ખેડૂતોનું મોટા પ્રમાણ નુક્સાન જોવા મળ્યું

ગઢશીસા વિસ્તાર માં સતત બીજા દિવસે પણ વાવાઝોડા જેવી અસર જાેવા મળતા ખેડૂતોને મોટા પ્રમાણ નુક્સાન જોવા મળ્યું છે તેવા માં અમારી કચ્છકેર ની ટીમ ગામડાઓ ની મુલાકાત બીજા દિવસે એટલે કે તારીખ ૧૯/૫/૨૦૨૧ ના રોજ બપોર પછી ના ભાગ માં લેવા જતા મંઉ ના વર્ષો જુના બાગાયતી ખેતી સાથે સંકળાયેલા આશાપુરા ફાર્મ વાળા બટુકસિંહ જાડેજા સાથે મુલાકાત કરતા જણાવ્યું કે વાતાવરણ માં અચાનક જ બદલાવ આવતા ની સાથે જોરદાર પવન લાગ્યા બાદ ગાજ વીજ સાથે વરસાદ પડતા હજુ એક દિવસ અગાઉ કેરીઓ નીચે પડેલી વીણી ન સકયા હતા. તેવા માં બીજા દિવસે કેરીઓ સાથે સાથે ઘણા બધા કેરીઓ ના ઝાડ પણ જમીન દોસ થઇ ગયા હતા. અને બહુ મોટા પ્રમાણ કેરીઓ જમીન પર પડી ગયેલ છે. હજી કેટલું નુકસાન થાશે તે અંદાજો લગાવવો હાલ માં મુશ્કેલ છે. પરંતુ અહીં નુકસાની બહુ મોટા પ્રમાણ માં આ વિસ્તાર ના મંઉ ,દેવપર,કોટડા(રોહા),મકડા,દનણા તેમજ આસપાસ ના ખેડૂતો ને ભોગવવાનો વારો આવ્યો છે. તેવું બટુકસિંહ જાડેજા તેમજ ભગવતસિંહ જાડેજા એ જણાવ્યું હતું.
રિપોટ બાયઃદિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા