કોરોના જેવા કપરા કાળ તેમજ મંદી ના દૌર માં જેલી ફિશ ની માછીમારી થી જખૌ ના માછીમારો ને લીલા લહેર

હાલે ગુજરાત ભર માં કોવિડ-૧૯ ની બીજી લહેર ચાલુ છે. કોવિડ-૧૯ ની બીજી લહેર થી ધંધા રોજગાર ને ખૂબ જ મોટા પ્રમાણ માં અસર આવી છે. ગુજરાત જેવા વિકસિત રાજ્ય ને પણ કોવિડ-૧૯ ની લહેર થી મંદી નું દૌર નડ્યો છે. ત્યારે અબડાસા તાલુકાના જખૌ બંદર પર જેલી ફિશ ની સિઝન ચાલુ હોવાથી જેલી ફિશની માછીમારી કરવામાં આવી રહી છે. ખૂબ જ ગરમીનું વાતાવરણ અને શાંત દરિયો હોવાથી જેલી ફિશનું પ્રમાણ અન્ય સિઝન કરતા આ સિઝન માં ખૂબ પુષ્કળ પ્રમાણ માં દરિયામાં જોવા મળી. જેથી માછીમારો દ્વારા જેલી ફિશના જથ્થા ની ખૂબ જ મોટા પ્રમાણ માં ફિશિંગ કરવામાં આવી. સિઝન ની શરૂઆત માં જેલી ફિશના વેપારીઓએ પણ ભાવ પ્રતિ કિલો ૩૫-૪૦ રૂપિયા આપ્યા. માછીમારો દરરોજ જેલી ફિશ નું બોટ દીઠ ટન જેટલો જથ્થો માછીમારી કરી જખૌ બંદર પર લઈ આવતા, જેથી અબડાસા તાલુકાના માછીમારોને જેલી ફિશની માછીમારી થી આવા કપરા અને મંદી ના દૌર માં પણ લીલા લહેર થઈ ગયા. મત્સ્યોદ્યોગ કમિશ્નર સાહેબશ્રી દ્વારા તા ૦૧/૦૬ થી તા ૦૧/૦૮ સુધી યાંત્રિક બોટ ને દરિયો ન ખેડવા પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા ૨૦૦૩ મુજબ મનાઈ કરવાનું જાહેરનામું બહાર કરેલ છે. જે જાહેરનામાં માં ષઢ વાળી અને એક લકડી બોટ ને બાકાત રાખવામાં આવ્યો છે. દરિયા માં જેલી ફિશનું જથ્થો ખૂબ જ હોવાથી માછીમારો દ્વારા સિઝન વધારી આપવા માટેની ચર્ચાઓ પણ સ્થાનિકે થઈ રહી છે.
રિપોર્ટ બાય : ઇકબાલ રાઠોડ જખૌ