સીએમ વિજય રૂપાણી એ લીધી મહુવાની મુલાકાત

તૌકતે વાવાઝોડાથી જે લોકોને નુકસાન થયું છે. તે સ્થળની CM દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી.પઢીયારકા ગામે પણ ગયા હતા. અને ગ્રામજનો સાથે તૌકતે વાવાઝોડાથી જે નુકસાન થયું છે, તેની વાતચીત કરી હતી. સીએમ દ્વારા બાહેંધરી પણ આપવામાં આવી કે, જે લોકોને નુકસાન થયું છે. તેવી પરિસ્થિતિમાં સરકાર તેમની સાથે છે. અને સીએમ દ્વારા મહુવા શહેરના બારપરા , જનતા પ્લોટ વિસ્તારની પણ મુલાકાત કરી હતી. તૌકતે વાવાઝોડાથી નુકસાન થયું છે, તે પરીવાર સાથે વાતચીત કરી હતી. સાથે-સાથે સીએમ વિજય રૂપાણી દ્રારા અલગ- અલગ વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.લોકોને પીવાના પાણી માટે કામગીરી શરૂ કરવામાં આવી. જે લોકોને તૌકતે વાવાઝોડાથી નુકસાન થયું છે, તેનું સર્વેની કામગીરી ચાલુ છે. અને ખાસ કરીને બાગાયતી ખેતીમાં નારિયેળી, લીંબુના જાડ, તેમજ મકાનો પડિયા છે તેના સર્વેની કામગીરી ચાલુ છે. સીએમ વિજય રૂપાણી દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે, મહુવા શહેરમાં આજરાત સુધીમાં વીજળી પહોંચી જશે. વધુમાં સીએમ વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, ઘરવખરી માટે કુટુંબદીઠ લોકોને ૭૦૦૦ રુપિયા આપવામાં આવશે.તેવું સીએમ વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રીપોર્ટ બાય : ધર્મેશ મહેતા મહુવા