ભાવનગર રેન્જ ના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસન સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા સાહેબની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફનાં માણસોને ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇંન્સ ડી.એમ.મિશ્રા સા.સાથે કોમ્બીંગ નાઇટ અનુસંધાને પેટ્રોલીંગમા હતા તે દરમીયાન “ASI કુલદીપસિંહ વાઘેલા" ને બાતમી રાહે હકીકત મળેલ કે ઈમરાન ઉર્ફે લંબુ અબ્દુલમજીદ મોમીન તથા તેનો ભાઈ મ હસીન અબ્દુલમજીદ મોમીન રહે.મફતનગર, હવા મસ્જીદ પાસે,પ્રભુદાસ તળાવ, ભાવનગર” વાળાઓ આ પૈકીના ઈમરાન ઉર્ફે લંબુ અબ્દુલ મજીદ મોમીનના રહેણાંક મકાનની બાજુમાં આવેલ મકાનમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર હુક્કાબાર ચલાવે છે. રિપોર્ટ બાય એજાજ શેખ