સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી માં આવેલ પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમા થઈ ચોરી

ત્યારે પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમા આવેલ દાનપેટીની ઉઠાંતરી થઈ ત્યારે ઘોર કળિયુગ હોય તેમ લાગી રહ્યું છે કેમ કે ચોરી કરનાર ભગવાનને પણ નથી છોડતા પ્રજ્ઞેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ બનતા મહાદેવના ભક્તોમાં રોષ જોવા મળ્યો. ત્યારે ચોરી બાબતે તપાસ કરતા મંદિરની દાનપેટી મંદિરની નજીક આવેલ તળાવના નાળા ઉપર રીક્ષામાથી મળી આવી આ અગાઉ પણ લીંબડી બસ સ્ટેન્ડ, મેઇન બજાર પરની 17 દુકાનોના તાળા, બેંકોમાં પણ ગ્રાહકો પૈસા મુકવા અથવા ઉપાડવા માટે આવ્યા હોય તેમને ચોર ટોળકીએ નિશાન બતાવ્યા છે હાલ રીક્ષામાં દાનપેટી મળી આવતા અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે લોકમુખે એવી પણ ચર્ચા છે કે હવે આ ચોર ટોળકીને પોલીસ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી પકડી ને ક્યાં ક્યાં ચોરી કરી છે તેનો ભેદ ઉકેલી લોકોમાં પોલીસ પ્રત્યે ની વિશ્વસનીયતા મજબૂત બને તેવા પ્રયાસો હાથ ધરાયા છે.હાલ રીક્ષા અને દાનપેટી નાળા ઉપર જેમની તેમ જ જોવા મળી રહી છે.તેમજ રીક્ષા અને દાનપેટી બીનવારસી હાલતમાં હોય તેમજ જોવા મળી રહ્યું છે.
રિપોર્ટ બાય : મહિપતભાઈ મેટાલિય