કંડલા પોર્ટ ટ્રસ્ટ ના ખાલી પડેલા પ્લોટો માં વેસ્ટે કચરો નાખીને સળગાવી નાખે છે : જેનાથી પર્યાવરણને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે


ગાંધીધામ ખાતે આવેલા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માં આવેલ કંપનીઓ દ્વારા વેસ્ટેજ કચરો બહાર કાઢવામાં આવે છે સરકારી ધારા ધોરણ મુજબ આ કચરો સરકારે નિર્ધારિત જગ્યાએ ખાલી થવો જોઈએ પરંતુ ગાંધીધામ જી આઈ ડી સી માં આવેલ ભંગાર ના વાડાઓ માં ખાલી થાય છે.અને તેને સોટેજ કરી અને સારો માલ કાઢી લેવામાં આવે છે. અને જે કચરો બચે તેને કંડલા પોર્ટ ટ્રસ્ટ ના ખાલી પડેલા પ્લોટો માં નાખીને સળગાવી નાખવામાં આવે છે.જેનાથી બહુ મોટું પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ લાંચીયા અધિકારીઓની મીલીભગત થી બધું ચાલે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માથી નીકળતો કચરો અધિકારીઓ ની સેટિંગ થી જી આઈ ડી સી માં ખાલી થાય છે અને સોટેજ કરી અને નીકળતો માલ ભંગાર ના વાડા વારા માલ વેચે છે અને બચેલો કચરો સળગાવી નાખે છે તે કોઈ અધિકારીઓ ને નહીં દેખાતું હોય કે પછી કંડલા પોર્ટ ટ્રસ્ટ ના અધિકારીઓ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ લોકોને છૂટ આપવામાં આવી છે
હવે જોવાનું એ રહ્યું કે કોઈ અધિકારી ભંગારના વાડા વારા પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આવા લોકો પર્યાવરણ ને અને માનવ જીવન ને નુકસાન પહોંચાડતા રહેશે.
રિપોર્ટ બાય : નિર્મલ સિંહ