મુન્દ્રા તાલુકામાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પૂર્ણા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

આંગણવાડી કક્ષાએ વિવિધ પ્રવૃત્તિ સાથે પોષણ અને આરોગ્ય સંદેશાઓ મળી રહે તે હેતુથી પૂર્ણા કેલેન્ડર મુજબ દરેક મહિનાના ચોથા મંગળવારે કિશોરીઓ દ્વારા વિવિધ હરીફાઈ તથા પ્રવૃત્તિ કરીને પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે એ અંતર્ગત તાજેતરમાં મુન્દ્રા તાલુકામાં સારસ્વતમ સંસ્થા સંચાલિત સંકલિત બાળ વિકાસ યોજના ઘટક દ્વારા ઝરપરા, વાંકી, સાડાઉ, હટડી, કુકડસર સહિત તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે કોવીડ-૧૯ ની ગાઈડ લાઈનને ધ્યાને રાખી કિશોરીઓ દ્વારા ઘર વપરાશમાં ઉપયોગી અને સુશોભિત વસ્તુ બનાવીને વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઓછા ખર્ચે સારી અને ઉપયોગી વસ્તુ બનાવનાર શ્રેષ્ઠ કિશોરીઓને ૧ થી ૪ નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ એવું સી.ડી.પી.ઓ. આશાબેન ગોરે એક યાદીમાં જણાવ્યું હતું.