રાજ્યના 36 શહેરોમાં 28 મેથી રાત્રિ કરર્ફ્યૂમાં ઘટાડો

રાજ્યના 36 શહેરોમાં 28 મેથી રાત્રિ કરર્ફ્યૂમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરર્ફ્યૂ રહેશે. રાજ્યમાં 6થી 12 મે દરમિયાન વધુ 7 શહેરો સાથે 36 શહેરોમાં રાત્રિ કરર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન આવશ્યક સેવાઓ જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહી હતી.
આ 36 શહેરોમાં લાગુ રાત્રિ કરર્ફ્યૂ : અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જામનગર, આણંદ, મહેસાણા, પાટણ, દાહોદ, ગાંધીધામ, સુરત, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, નડિયાદ, મોરબી, ગોધરા, ભૂજ, સુરેન્દ્રનગર, ભરૂચ, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, મોડાસા, રાધનપુર, કડી, વિસનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદેપુર, વેરાવળ- સોમનાથ, ડીસા, અંકલેશ્વર, વાપી.