સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાવાયરસ ની બીજી લહેર ધીમી પડી રહી છે વિતેલા ૨૪ કલાકમાં નવા કેસોની સંખ્યા ૧૩ એપ્રિલ 2021 બાદ સૌથી ઓછી જોવા છે

દેશમાં બીજી લહેર ના કહેરનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે બીજી લહેરમાં દોઢ લાખથી વધુ મોત થયા છે.આ સમયે દરમિયાન કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા દ્વારા રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે તે અંતર્ગત આજે ચુડા તાલુકાના સેજકપર ગામ એ કોરોના વેક્સિનનો રસીકરણ અભિયાન અંતર્ગત લોકો જાગૃત કરવામાં આવ્યા તેમજ રસી લેવા માટે લોકો ઉત્સાહથી જોડાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા. વાત કરવામાં આવે તો 500 ની વસ્તી ધરાવતા નાનકડા ગામમાં 88 લોકોએ પ્રથમ ડોઝ તેમજ 30 લોકોએ બીજો ડોઝ લઈ કોરોના સામે લડાઈમાં રસી લઇ રક્ષિત થયા હતા. સ્થાનિક લોકો ના સાથ સહકારથી હજુ પણ જે લોકો રસી લેવામાં બાકી હોય તેને પ્રોત્સાહિત કરી સંપૂર્ણપણે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત પહેલ કરવામાં આવી છે.
રિપોર્ટ બાય : મહિપત ભાઈ મેટાલિયા લિંબડી