પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં વાહન ચાલકો પરેશાન, ટ્રક ટ્રાન્સપોર્ટ ઉધોગ મરણ પથારીએકચ્છમાં ડીઝલ રૂ 91 પહોચતા, 50 હજાર ટ્રકોને આડઅસરથી માલિકો પરેશાન

ગુજરાત સરકારને અગર સૌથી વધુ ટેક્ષ અને રોયલ્ટી ટેક્ષ કોઈ આપતું હોય તો એ ટ્રાન્સપોર્ટ ઉધોગ છે. પરંતુ સતત વધી રહેલા ઇંધણ ભાવ વધારાના કારણે આ ઉધોગ હાલ મરણ પથારીએ પહોંચ્યો છે. જેને ઉગારવા માટે સરકારે યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો હોવાનો મત કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ મંડળે વ્યક્ત કર્યો હતો. કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉધોગની વાત કરવામાં આવે તો દેશના બે મોટા દરિયાઈ બંદર , લિગ્નાઈટની ખાણો, વિવિધ રોયલ્ટી ઉધોગ , નમક ઉધોગ, અને સેંકડો નાના મોટા રાષ્ટ્રીય ઉધોગો સ્થપાયેલા છે. જેના કારણે પરિવહન ક્ષેત્રે જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉધોગ ખૂબ મહત્વનો અને મોટા પ્રમાણમાં અસ્તિત્વમાં છે. ત્યારે તેને ટકાવી રાખવા ઇંધણ ભાવ પર અંકુશ જરૂરી હોવાનું સામે આવ્યું છે. અન્યથા સેંકડો ટ્રક માલિકોની સાથે હજારો ડ્રાયવર , કલિન્ડર અને તેમના પરિવાર પર કોરોનાથી પણ મોટી આફત તોળાઈ રહી છે. ત્યારે શું કહેવા માંગે છે , આ વ્યવસાય સાથે જોડાયેલા ટ્રાન્સપોટરો એ જાણીએ.કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ડો. નવઘણ વાસણભાઇ અહિરે જણાવ્યું હતું કે છેલ્લા એક માસના સમયગાળામાં ડીઝલ પાછળ રૂ 4 થી 5નો વધારો થઈ ગયો છે. સરકાર જેમ અન્ય સંસ્થા કે સમુદાય માટે રાહત પેકેજ વિચારે છે, એવું ટ્રાન્સપોર્ટ ઉધોગ માટે પણ વિચારવું જોઈએ, જો આમને આમ ડિઝલમાં ભાવ વધતા રહેશે તો પરિવહન ઉધોગ પડી ભાંગશે. એજ પ્રકારની નારાજગી ટ્રક એસોસિએશનના ઉપપ્રમુખ રાજેશભાઇ અહિરે વ્યક્ત કરી હતી, તેમણે કહ્યું હતું કે ડિઝલમાં ભાવ વધારાના કારણે ટ્રક વવ્યવસાય મૃતપ્રાય બનવા તરફ જઈ રહ્યો છે. લોકડાઉનના કારણે ઇન્દ્રટ્રીઝમાં ધંધા ઓછા છે. તેના કારણે ખર્ચા કાઢવા માટે અમે વધુ ભાડા નથી લઈ શકતા, ટ્રીપ મેળવવા ગરજ રાખવી પડે છે. જો પૂરતા ભાડા લેવા માટે ટ્રકો ઉભી રાખી દઈએ તો , ડ્રાયવર કલિન્ડરના પગાર, ગાડીના લોનના હપ્તા, ટાયર, ઓઇલ સહિતના મેન્ટેનન્સ ખર્ચ નીકળી શકે નહીં , તેથી જે ભાડું અમને રૂ 60માં મળતું હતું તેજ ભાડું અત્યારે રૂ 91માં મળી રહ્યું છે. જે અમારી ત્રીસ રૂપિયા જેવી દર કી. મી. બચત હતી તે આમાજ પુરી થઈ જાય છે. સરકાર દ્વારા ઇંધણ ભાવ વધારા પર નિયંત્રણ લાવે અથવા કોઈ રાહત પેકેજ જાહેર કરે તોજ આ વ્યવસાય ભવિષ્યમાં ટકી શકે એમ છે.મહિપત મેટાલિયા