અંજાર પો.સ્ટે વિસ્તાર માથી અપહરણ થયેલ સગીર વયની બાળકી તથા આરોપીને આંધ્ર પ્રદેશથી શોધી કાઢતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન નોધાયેલ ગુ. ર. ન ૧૧૯૯૩૦૦૩૨ર૧૦૫૧૦/૨૦૨ર૧ આઇ.પી.સી કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હા કામે ફરિયાદી શ્રી ની સગીર વયની દીકરીનુ આરોપી જગદીશ રવિલાલ પરસોડ રહે જડસા તા રાપર વાળો ફરિયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ જતા ઉપરોક્ત ગુન્હો કરેલ જે ગુના કામે અંજાર પોલીસ સ્ટેશન ના પી.આઇ શ્રી એમ.એન.રાણા સાહેબે ભોગબનનાર અપહ્ત બાળકી તથા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ રહી એલ.સી.બી ગાંધીધામના ટેકનીકલ સ્ટાફની મદદ મેળવી ભોગ બનનારની તથા આરોપી તપાસ કરતા તેઓ નુ લોકેશન આંધ્રપ્રદેશ રાજ્યના ગુન્ટુર જિલ્લામાં હોવાની હકીકત મળતા અંજાર પોલીસ સ્ટાફના માણસોને આંધ્રપ્રદેશ તપાસમા મોકલાવી તેઓને સુચનાઓ આપી મજકુર આરોપી તથા ભોગબનનારને શોધી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી આરોપીની અટક કરવામા આવેલ છે.