ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૬ તથા ટ્રક, મોબાઈલ ફોન મળી કુલ કિ.રૂ.૫,૪૨,૧૬૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

    ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા, શ્રી.એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારો માં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા વિગેરે સુચનાઓ આપેલ હતી. આજરોજ ભાવનગર એલ.સી. બી. સ્ટાફનાં હેડ કોન્સ. વનરાજભાઈ ખુમાણને બાતમીરાહે હકિકત મળેલ કે, અનવરભાઇ ઉસ્માનભાઇ રાઠોડ તથા તેનો દિકરો મોહસીન અનવરભાઇ રાઠોડ રહે. મોતી તળાવ, ભાવનગરવાળા તેઓનાં કબ્જા- ભોગવટાનાં અશોક લેલન્ડ ટ્રક રજી.નંબર- GJ-03-બીડબલ્યુ-1287 માં દાણાની સાથે ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લઇને ભાવનગરમાં જુના બંદર થઇને આવવાનાં છે. જે બાતમી હકીકત આધારે રેઇડ કરતાં ડ્રાયવર અનવરભાઇ ઉસ્માનભાઇ રાઠોડ ઉ.વ.૫૦ ધંધો-ટ્રક ડ્રાયવીંગ રહે.શેરી નં.૨ પાસે, રામાપીરનાં મંદિર પાસે,મોતીતળાવ, ભાવનગર તથા તેનો દિકરો મોહસીન અનવરભાઇ રાઠોડ ઉ.વ.૨૩ ધંધો-કલીનર રહે.ઉપર મુજબના બાતમીવાળા ટ્રક સાથે હાજર મળી આવેલ. અને તેઓ બંન્નેના કબ્જા-ભોગવટાનાં અશોક લેલન્ડ કંપનીનાં ટ્રક રજી.નંબર-GJ-03-બીડબલ્યુ-1287માં તપાસ કરતા ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૬ કિ.રૂ.૩૬,૬૬૦/- તથા મોબાઇલ- ૦૨ કિ.રૂ.૫,૫૦૦/- તથા ટ્રક કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૫,૪૨,૧૬૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવતાં કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામાં આવેલ.  હાલમાં ચાલતી કોરોના ની મહામારીને ધ્યાને લઇ સરકારશ્રી તથા નામ. કોર્ટનાં હુકમ અનુસાર આરોપીનો કોવિડનો ટેસ્ટ કરાવવો ખુબ જ જરૂરી હોય.જેથી હાજર મળી આવેલ બંન્ને ઈસમોને હસ્તગત કરી તેનાં વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા સાહેબ તથા એન.જી. જાડેજા, શ્રી.એ.પી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર એચ.સી.વનરાજ ભાઇ ભાભલુભાઇ, રાજપાલ સિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા તથા પી.સી.રાજેન્દ્દસિંહ સરવૈયા, જયદિપસિંહ ગોહિલ એ રીતેના પોલીસ સ્ટાફ ના માણસો જોડાયા હતા.  રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર