દાહોદ શહેરના વોર્ડ નંબર ૭ તંત્ર ની બેદર કારી આવી સામે

દાહોદ શહેરના વોર્ડ નંબર ૭ ના કુંજડા વાડ વિસ્તારમાં આકરા ઉનાળા માં છેલ્લા કેટલાક દિવસથી પીવાના પાણીનો કકળાટ હતો. તેવા સમયે તે વિસ્તારમાં આવેલ હેડ પંપ બગડી જતા તે વિસ્તારના કેટલાક લોકો દ્વારા આ મુદ્દે વોર્ડ નંબર ૭ ના પાલિકાના કાઉન્સીલરોને અવાર નવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આખી મુદત તેમને તેમની ખુરશી પરથી કોઈ હટાવી શકવાનું નથી.તેમ માની હેન્ડ પંપ અંગેની ફરિયાદો એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખતા હોય તેવી બેજવાબદાર ભરી રીતે વર્તતા જોવા મળી રહ્યા છે. પાણીની તંગીના સમયે દાહોદ શહેરના વોર્ડ નંબર ૭ ના કુંજડા વાળ વિસ્તારમાં આવેલ એકમાત્ર સરકારી હેન્ડપંપ લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થતો રહ્યો છે. તે હેન્ડ પંપ કુજડાવાળ માં પીવાના પાણી કકળાટ ના સમયે જ બગડી જતા અને તેની ચેન પણ તૂટી જતા પાણીની સમસ્યા ઉભી થવા પામી હતી. તે સમયે દાહોદ શહેરમાં પણ પાલિકા દ્વારા પીવાના પાણીનો પુરવઠો ડેમ વિસ્તારમાં ઉભી થયેલી કેટલીક ટેકનીકલ ખામીને કારણે નગરજનો સુધી પહોંચાડવામાં આવતો ન હતો. જેથી હેન્ડ પંપ જેમ બને તેમ જલ્દી રીપેરીંગ થાય તેવું માની તે વિસ્તારના કેટલાક જાગૃત નાગરિકોએ વોર્ડ નંબર ૭ ના સુધરાઈ સદસ્યોને અવારનવાર મૌખિક રજૂઆતો કરી હતી. પરંતુ તે સુધારી સદસ્યો આજકાલ આજકાલ કરીને તે વિસ્તારની જનતાને ઉલ્લુ બનાવતા રહ્યા જેના કારણે હેન્ડ પંપ યથાવત સ્થિતિમાં રહેતા તે વિસ્તારમાં વાપરવાના પાણીનો કકળાટ પણ યથાવત રહેવા પામ્યો છે.હેન્ડ પંપ આજુબાજુ તથા તેના થાળા મા સફાઈના અભાવે ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. જે કોરોના ના સમયે મચ્છરનો ઉપદ્રવ વધારી મચ્છર જન્ય રોગો ને નિમંત્રણ આપી રહી છે. હેન્ડ પંપ નું સમારકામ અને હેન્ડ પંપ સફાઈ તાકીદે કરવામાં આવે તેવી કુંજડાવાળ ની જનતાની લાગણી અને માગણી છે.તો આ લાગણી અને માગણી પૂરી કરવામાં તે વિસ્તારના સુધરાઇ સદસ્યો રસ દાખળશે ખરા??
રિપોર્ટ બાય અનવર ખાન પઠાણ