ભુજ મરઘા ઉછેર કેન્દ્રમાં થયેલ કેબલ ચોરીના વણશોધાયેલ ગુન્હાને ગણતરીના દિવસોમાં શોધી આરોપીઓને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા ,બોર્ડર રેંજ,ભુજ તથા સૌરભસિંઘ પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જેએએન.પંચાલ ની સુચના મુજબ પો.સ્ટે ખાતે દાખલથયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટેના ‘પો.ઇન્સશ્રી આર.ડી ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ ભુજશહેર બીડીવીઝન પોલીસસ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૧૨૬૦/ર૧ આઇ.પી.સી.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા,૨૯/૦૫/૨૦૨૧ ના ક.૧૪:૫૦ વાગ્યે જાહેર થયેલ જે ગુના કામે જીલ્લા મરઘા વિસ્તરણ કેન્દ્ર,ખાવડારોડ,એરફોર્સ સામે ભુજમાં ગઇ તા,૦૩/૦૫/ર૦ર૧ ના ક.૦૭/૩૦ થી તા,૦૫/૦૫/ર૦ર૧ ના કલાક 0૯/૦૦ વાગ્યાના કોઇપણ સમયે મરઘા વિસ્તરણ કેન્દ્રમા આવેલ બોરવેલ મોટરમાંથી સ્ટાટરમાં જોડેલ આશરે ૮૦ થી ૧૦૦ મીટર જેટલો વાયર આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- વાળા ની કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોઈજે કામે અલગ-અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન રીસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ નો ઉપયોગ કરી સદરહુ વણશોધાયેલ ગુન્હો ત્વરીત શોધી કાઢવા સારુ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ પંકજકુમાર.આર.કુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલકે અગાઉ વાયર ચોરીમાં તથા મો.સા.ચોરીમાં પકડાયેલ અમીન કાસમ નોડે તથા સુલતાન મીઠુ સનાએ કરી હોઇ અને બિજો કોઇ ગુન્હો કરવાની પેરવીમાં છે. તેવી બાતમી હકિકત મળતા મજકુર બંન્ને ઇસમોને રાઉન્ડપ કરી પો.સ્ટે લાવી મજકુર ઇસમો પર સી.આર.પી.સી.કલમ.૧૦૯ મુજબની કાર્યવાહી કરી મજકુર બંન્ને ઇસમોની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોક્ત ચોરી કર્યાની કબુલાત આપતા હોઇ જેથી મજકુર ઇસમોને નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોવિડ-૧૯ સારૂ મોકલાવી આપતા મજકુર બંન્ને નો કોવિડ૧૯ નો રીપોર્ટ નેગેટીવ આવતા આજરોજ ક.૧૯:૦૦ વાગ્યે અટક કરેલ છે. તથા આકામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ.વી.આર.ઉલ્વા નાઓ ચલાવી રહેલ છે.