અંજાર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી બોગસ ડોક્ટર પકડી પાડતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આપેલ કે હાલમા વેશ્વીક મહામારી કોવિડ 19(કોરોન।)ની બિમારો ફેલાયેલ હોય જેથી જીલ્લામા ડીગ્રી વગરના(બોગસ) ડોકટરો શોધીકાઢી તેઓના વિરુધ્ધ કાર્યવાહી કરવા જણાવેલ હોય જેથી આજરોજ પી.આઇ એમ.એન .રાણા નાઓએ તાબા ના માણસો સાથે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પી.આઇ એમ.એન.રાણાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અંજાર થી વર્ષામેડો જતા રોડ પર વેલ્સ્પન કંપનીથી આગળ દરગાહ સામે આવેલ અરીહંતનગરના કોલ્પ્લેક્ષમાં શોપ નં-૧૭-૧૮ વાળા મા નામ વગરનુ દવાખાનુ ચલાવે છે જેથી તાત્કાલીક મેડીકલ ઓફીસર ડો.રાજીવ અંજારોયા નાઓને બોલાવી પંચો સાથે બાતમી વાળી જ્ગ્યાએ રેઇડ કરો ડિગ્રી વગરના બોગસ ડોક્ટર ને પક્ડી પાડેલ છે