વણશોધાયેલ ધરફોડ ચોરીનો ગુનો શોધી આરોપી પકડી તમામ મુદ્દામાલ રીકવર કરતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા મયુર પાટીલ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ અંજાર નાઓએ ગાંધીધામ એ-ડિવીઝન પો.સ્ટે. એ.ગુ.ર.નં ૧૦૫૨/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦ મુજબના ગુના કામે આરોપી તથા મુદ્દામાલ શોધવા પોલીસ ઇન્સપેકટર ડી.એમ.ઝાલા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓને સુચના આપેલ હોય જે આધારે પોલીઇ ઇન્સપેક્ટર ડી.એમ.ઝાલા નાઓને હ્યુમન શોર્સ તથા ટેક્નીકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમી આધારે ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફની ટીમ બનાવી ગાંધીધામ ફાયરબ્રીગેડ ની પાછળના ભાગે આવેલ ચોકડી ઉપરથી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.