મહુવા પોલીસ સ્ટેશનના એક્સિડન્ટના ગુન્હામાં છેલ્લા બે(૨) વર્ષથી નાસ્તો ફરતો લીસ્ટેડ આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર રેન્જના પોલીસ મહા નિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહરે વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગ માં હતા. તે દરમ્યાન સથરા ગામે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા પો. સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ કલમ ૧૩૪, ૧૭૪,૧૭૭ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી કલ્પેશભાઇ ચોથાભાઇ બાંભણીયા રહે.સથરા ગામ, તા.મહુવા વાળો સથરા ગામે બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. તેવી હકીકત મળતા તુર્તજ ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા મહુવા સથરા ગામના બસ સ્ટેન્ડમાં આવતા બાતમી વાળો ઇસમ જોવામાં આવતા મજકુર ઇસમ પાસે જઇ તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ કલ્પેશભાઇ ચોથાભાઇ બાંભણીયા ઉ.વ.૨૯ ધંધો મોબાઇલ રીપેરીંગનો રહે.મુળ સથરા ગામ, તા.મહુવા જી.ભાવનગર હાલ આઇ ૧૧, શિવમ એપાર્ટમેન્ટ, અજય ટેનામેન્ટની બાજુમાં, અમરાઇ વાડી, અમદાવાદ વાળો હોવાનુ જણાવેલ વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા મજકરુ ઇસમ મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ MVA કલમ ૧૩૪,૧૭૪,૧૭૭ વિ. મુજબના કામે નાસતો ફરતો આરોપી હોય જેથી મજકુર ઇસમને ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી.ભાવનગરને સોપી આપેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી એ.પી.જાડેજાની સુચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. એમ.પી.ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર