હાઇવે રોડ ઉપર ટ્રક ડ્રાઇવરોને હથિયાર બતાવી લૂટ ચલાવતી ટોળકીને પકડી પાડી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી પાડતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પર્વ, કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસઅધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે વણશોધાયેલ ગુનાઓ તથા હાઇવે પર ટ્રક ડ્રાઇવરોને મારીને લૂટ ચલાવતા ઇસમોને શોધી કાઢવા સૂચના આપેલ હોઇ અને આજરોજ અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૯૯૩૦૦૩ર૧૦૭૧૭/ર૦ર૧ ઈ.પી.કો.કલમ-૩૯૭,૩૯૪,૩ર૩,૪૨૭,૧૧૪ તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબ નો ગુનો જાહેર થયેલ અને આજરોજ પી.આઇ શ્રી એમ.એન .રાણા સાહેબ નાઓએ તાબાના માણસો સાથે ના.રા.મા હતા જેથી તેઓએ આ ગુન્હો શોધી કાઢવા પ્રયત્નો ચાલુ કરેલ તે દરમ્યાન હકીકત મળેલ કે ફરીયાદીએ જણાવેલ વર્ણન મુજબના ઇસમો લાલ કલરના બાઇક ઉપર ભચાઉ બાજુથી આવી ગાંધીધામ તરફ જઇ રહેલ છે જેથી તેઓની વોચમાં રહી તેઓને ગુના કામે લૂટમા ગયેલ મુદામાલ આઇ.ડી. પ્રૂફ તથા રોકડ રકમ તથા ગુના કામે વાપરેલ વાહન સાથે ત્રણ ઇસમોને નીચે મુજબ ના મુદામાલ સાથે રાઉન્ડ અપ કરો ગણતરીના કલાકોમા હાઇવે લૂટના ગુનાનો ભેદ ઉકેલી પાડેલ છે. રિપોર્ટ બાય : હિનલ અંજાર