વિશ્વ પર્યાવરણ દિવસ ની કચ્છ જિલ્લા માં પ્રદુષણ મુદ્દે મૌન બની ને બેઠેલા જીપીસીબી ના ચેરમેન ના પૂતળા નું દહન કરી ને કચ્છ ભચાઉ ની જનતા દવારા આક્રોશ વ્યક્ત કરાયો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે પર્યાવરણની જાળવણી તેમજ તેના જતન વિસે આ વર્ષ ની થીમ ઇકોસિસ્ટમ રિસ્ટ્રોરેશન છે તે થીમ વિસે પણ જાગૃતિ નથી સાથે કચ્છ જિલ્લા માં ઉધોગો બેફામ પ્રદુષણ કરી રહ્યા છે હજારો રજૂઆતો જવા સતા કોઈ પગલાં નથી લેવાતા રહ્યા ત્યારે કચ્છ જિલ્લા ના ભચાઉ તાલુકા ના જાગૃત નાગરીકો દવારા જીપીસીબી ચેરમેન ના પૂતળા નું દહન કરી ને વિરુદ્ધ નોંધાવ્યો હતો જેમાં કચ્છ જિલ્લા ના યુવા અગ્રણી નીલ વિઝોડા દવારા જીપીસીબી ના ચેરમેન મુત અવસ્થા માં છે કંપનીઓ સામે હજારો વખત પ્રદુષણ મુદ્દે રજૂઆતો કરાઈ સે તેમ સતા કોઈ પગલાં નથી જેમાં ઇલેક્ટ્રોથેમ કંપની દવારા મંજૂરી વગર ફરનેસ ભઠીઓ ચલાવાઇ રહી છે,મજદુરો નું શોષણ કરાઈ રહ્યું છે,બાજુ ના સર્વ નો 323 માં રેસિડેન્ટ બનાવી ને ખેતી લાયક જમીન પર રહેઠાણ બનાવી દીધા સે ,સાંમખીયારી માં રાત્રે કપડાં સુકવી રાખે તો સવાર ના કાળા બની જાય છે આવી ભયકર હાલત છે તેમ સતા જે તે વિભાગ ના અધિકારીઓ મૌન બની ને માવો મો માં ભરાવી બેઠા સે ત્યારે નક્કર પગલાં સરકાર લે અથવા તો જનતા જરૂર લેશે જો આગામી સમય પર જીપીસીબી સતર્ક નહિ બને તો પ્રદુષણ ફેલાવતી કંપનીઓ ના તાળાં બંધી કરવા માં આવશે તેવું નીલ વિઝોડા જી દવારા જણાવેલ. જેમાં દેવજી ભાઈ ફરિયા જૈન,રમીલા બેન ઓસવાલ,બળદેવ સાધુ,નારણ ભાઈ વોધ તેમજ તાલુકા ના અગ્રણીઓ જોડાયા હતા