ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ સુધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ-કચ્છ ભુજ

મળતી માહિતી મુજબ / પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથાલીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ પશ્ચિમ કચ્છ ભુજ ના ઓએ દારૂ તથા જુગારની બદી નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી પશ્ચિમ કચ્છ ભુજ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. એમ.ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પશ્ચિમ કચ્છ-ભુજ ના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. આજરોજ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જિલ્લાની નગરમાં રહેતા ઓસમાણ ઇબ્રાહીમ શેખના ઘરની બહાર પુરુષ તથા સ્ત્રીઓ ભેગા થઈ ખુલ્લામાં ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હાર્ર-જીત નો જુગાર રમી રમાડે છે. જે મળેલ હકીકત અંગે તરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરી ઈસમોને ધણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી મુદ્દામાલ કબજે કરેલ છે. રિપોર્ટ બાય: તેજસ પરમાર કચ્છ કેર ન્યુઝ ભુજ.