જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

મળતી માહિતી મુજબ/ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ દારૂ તથા જુગારની બંદી નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અનવ્યે એલ.સી.બી પશ્ચીમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પશ્ચિમ કચ્છ-ભુજના સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જિંદાલ કંપનીના ગેટ નંબર 2 ની સામે આવેલ બાવળોની જાડી માં અમુક ઇસમો ગોડ કુંડાળો કરી જાહેરમાં ગંજીપાના વડે તીન પત્તીનો રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે. જે મળેલ હકીકત તુરંત જ વર્કઆઉટ કરતા બાતમી વાળી જગ્યાએ રેડ કરી ઈસમોને ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રમાડે છે. તેઓ ને પકડી મુદ્દામાલ કબજે કરેલ છે. રીપોર્ટ બાય: તેજસ પરમાર ભુજ