ભચાઉ વિસ્તારમાંથી મોટી માત્રામાં કી.રૂ.૪૧,૭૪,૮૦૦/-વિદેશી દારૂ સાથે કુલે મુદામાલ કી.રૂ.૫૬,૮૦,૬૧૦ /-નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ -કચ્છ, ગાંધીધામ

મળતી માહિતી મુજબ / બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ,ગાંધીધામ મયુર પાટીલ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હોઇ જેથી એલ.સી.બી-ની.ટીમ પ્રોહી./જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન બાતમી હકીકત આધારે ભચાઉથી ગાંધીધામ આવતા નેશનલ હાઇવે ઉપર નવી મોટી ચીરઇ ગામ સામે આવેલ ઓવર બ્રિજ પાસે વોચ રાખી નીચે મુજબનો અંગ્રેજી દારૂ ભરેલ કન્ટેનર ટાઇપનો બંધ બોડીનો ટ્રકને પકડી પાડી કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ ભચાઉ પો.સ્ટે સોપી આગળની તપાસ એલ.સી.બી દ્વારા હાથ ધરવામાં આવેલ છે.