ભાવનગર પોલીસે મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડયો

મદદનીશ પોલીસ અધિક્ષક સફિન હસનની ચોક્કસ બાતમી આધાર રાજસ્યાનથી પશુ-આહારની બોરીની આડમાં છૂપાવી લવાતા મસમોટા ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૧૧,૯૦૪ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ. રૂ. ૩૯,૭૫,ર૦૪/- ના મુદામાલ સાથે બે આરોપી ને પકડી પાડતા એ.એસ. પી સફિન હસનની ટીમ તથા નીલમબાગ પોલીસ સ્ટાફ તથા ભાવનગર શહેર પોલીસ ,ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ મદદનીશ પોલીસ અધિક્ષક સફિન હસન નાઓને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ ઉપર અંકુશ મુકવા અંગે સુચના આપેલ હતી. જે અન્વયે. તા-૧૩/૦૬/ર૦૨ર૧ નાં રોજ ભાવનગર મદદનીશ પોલીસ અધિક્ષક સફિન હસનને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન પાસિંગનાં એક મોટા ટૂક-ટ્રેલરમા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ પસાર થવાનો છે. જેથી નીલમબાગ પો.સ્ટે.ના પો.ઇન્સ.વી.એ.દેસાઈ તથા સર્વેલન્સ સ્ટફ સાથે વોચમાં હતાં દરમ્યાન આરોપીઓ તથા મુદ્દામાલને પકડી પાડવામાં મોટી સફળતા મળેલ છે.

રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર