રાપર તાલુકાનાં છેવાડે અને કચ્છનાં મોટા રણની કાંધીએ આવેલ પ્રાવથર વિસ્તાર તેમજ ભચાઉ તાલુકાનો ખડીર વિસ્તાર જે ચોતરફે રણથી ઘેરાયેલો છે આ બંન્ને વિસ્તાર અતિદુર્ગમ અને તમામ સુખ સુવિધાઓથી વિમુખ રહેલા વિસ્તારો છે. ખડીર અને પ્રાવથર વિસ્તર કચ્છનાં રણ કાંધીએ આવેલ હોઈ આ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિઓનાં કારણે આ વિસ્તારમાં વરસાદ પણ નહીવંત થાય છે. મોટા ભાગે આ વિસ્તાર દુકાળની કપરી થાપો ખાઈ રહ્યો છે. આ વિસ્તાર કચ્છનાં રણની કાંધીએ આવેલ હોઈ ભુગર્ભમાં પણ પાણીનો કોઈ સ્ત્રોત નથી તેમજ આ વિસ્તારમાં મોટી સિંચાઈ યોજનાના કોઈ તળાવ કે ડેમ ન હોવાનાં કારણે મોટા ભાગની ખેતી વરસાદ પર નિરભર રહે છે અને વરસાદ પણ હંમેશા સરકારોની જેમ વાયદા કરતો આવ્યો છે.
આ બંન્ને વિસ્તારોને નર્મદા કેનાલ દ્વારા ખેતી માટે પાણી મળી રહે તે માટે છેલ્લા ૪૦ વર્ષથી ગામ બેલા(પાવથર)ના જેઠાભાઈ ભલાભાઈ સોલંકી(મેઘવાળ) લડાઈ લડી રહેલ છે તેમનાં દ્વારા સરકારને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ ન મળતા તેઓ ફતેહગઢ નર્મદા કેનાલ પર ઉપવાસ પર બેઠા હતા. છતાંય તંત્ર દ્વારા કોઈપણ જાતની પુછા કરવામાં આવી નહી અને તેઓની માંગણીઓ શું છે તેની પણ પુછપરછ કરવામાં આવી ન હતી. જે તે સમયે પ્રાવથર અને ખડીર વિસ્તારને પેટા કેનાલ દ્વારા પાણી આપવાનું સરકાર દ્વારા વચન આપવામાં આવેલ હતુ અને તે માટે માંજુવાસ પાસે પેટા કેનાલના ફાંટા માટે સંપ મુકવામાં આવેલ છે પરંતુ ત્યાર બાદ કામ પૂર્ણ ન થતાં સરકારની નિયતમાં ખોટ હોય તેવુ સાબિત થયુ હતુ. જેથી તેમણે ૯૦ દિવસમાં તેમના પ્રશ્નનું નિરાકરણ નહી થાય તો નંદાસર નર્મદા પુલ પર ઉપવાસ પર બેસી અને ૯૦ દિવસ પૂર્ણ થતા કેનાલમાં ઝંપલાવી દેહ ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટ બાય : નિર્મલ સિંહ