ભુજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ૧૨ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

   જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરનો ૧, ભારાસર-૧ ને તા.૨૧/૬ સુધી, ભુજ તાલુકાના ભુજોડી-૧ અને ભારાપર-૧ ને તા.૨૨/૬ સુધી, માનકુવા-૧ અને માધાપર-૧ ને તા.૨૩/૬ સુધી, ભુજ શહેરનો ૧, ભારાપર-૧ ને તા.૨૪/૬ સુધી, ભુજ શહેરનો ૧, ભુજોડી-૧, ડગાળા-૧, મોટા થરાવડાનો ૧ ને તા.૨૫/૬ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.