પાટણમાં મીઠાનો જથ્થો રોડ પર નાખી દેતા જિલ્લા પુરવઠા તંત્ર માં ભારે ખળભળાટ મચી

મેમદાવાદ રોડ પર આવેલ કાચી કેનાલના નાળાની બંન્ને બાજુ નાખવામાં આવ્યો હોવાના અખબારી અહેવાલ જિલ્લા પુરવઠા તંત્ર ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ પરિવાર માટે ફાળવવામાં આવેલ મીઠાના જથ્થામાંથી મોટી માત્રામાં બારોબાર રોડ પર ફેંકી દેવા બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં જિલ્લા પુરવઠા અધિકારી ની સુચના મળતા રાધનપુર પુરવઠા નાયબ મામલતદાર અને ઇન્ચાર્જ મામલતદાર દ્વારા સ્થળ પર જઇ તપાસ શરૂ કરી હતી તપાસમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ એક કિલોના ૫૦૦૦ મીઠાનાં પેકેટ મળી આવ્યા હતા તમામ મીઠા નો જથ્થો તા. ૧૪મી જૂનની મોડી સાંજે રાધનપુર પુરવઠા નાયબ મામલતદાર દ્વારા ટ્રેક્ટર બોલાવી ટ્રેક્ટર માં ભરવામાં આવ્યો હતો અને આ તમામ સરકારી મીઠા નો જથ્થો રાધનપુર પુરવઠા ગોડાઉન ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ બાય : ભરતભાઇ સથવારા પાટણ