પ્રાંત અધિકાર, અંજાર ડો.વી.કે. જોષીના અધ્યક્ષ સ્થાને પ્રથમ કાયદો વ્યવસ્થાને ટ્રાફિક સલાહકાર સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષક અંજાર તથા અંજાર- ગાંધીધામ ના પોલિસ સ્ટેશન ના થાનેદાર હાજર રહેલ જે મિટિંગની અંદર યોગેશ્વર ચોકડી પાસે ના ટ્રાફિક બાબતના જાહેરનામાની અમલવારી કરાવવી બ્લેક કાચ વાળી ગાડીઓના કાચ કઢાવવા શહેરમાં જે લોકો માસ્ક વગર ખુલ્લેઆમ ફરતા હોય છે. જેથી પેટ્રોલિંગ કરવુ અને લો એન્ડ ઓર્ડર કાયદાની અમલવારી કરવી નંબર પ્લેટ વગરની જે ગાડીઓ ફરે છે. તે બાબતેની ચેકીંગ કરવુ, ઓવર લોડ વાહનોનું ચેકીંગ કરવુ. ત્યારબાદ બીજી મીટિંગ સંકલન અને ફરિયાદ ની યોજવામાં આવેલ. જેમાં બંને તાલુકાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તમામ વિભાગને કચેરીઓના વડાઓના નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ બધા હાજર રહેલ.
જેની અંદર ખાસ કરીને કોરાના ની ત્રીજી લહેર બાબતે જાગૃતતા રાખવી, અંજાર તથા ગાંધીધામ તાલુકામાં આવેલ તમામ સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલો એ ફાયર એનઓસી મેળવેલ છે કે કેમ તે બાબતે ચકાસણી કરવી. તેમજ અંજાર ગાંધીધામ તાલુકાની અંદર આવેલી સરકારી જમીનોમાં પીજીવીસીએલ તરફથી જે કનેક્શન આપવામાં આવેલ હોય તાત્કાલિક ધોરણે રદ કરવા અને ટપ્પર ગામમાં પીવાના પાણી નો જે પ્રશ્ન તેનો નિકાલ કરવો, અંજાર ખાડીયા વિસ્તારની બાજુમાં આવેલો કચરાના નિકાલની વ્યવસ્થા કરવાની સુજલામ સુફલામ અંતર્ગતના બાકી કામો તાત્કાલિક પૂર્ણ કરવા એટીવિટીના જે ગત વર્ષના આયોજનાના ૪ કામો બાકી છે. એ પણ તાત્કાલિક પૂર્ણ થાય, અંજાર તથા ગાંધીધામ તાલુકાના કોઇપણ કર્મચારી કે લોકો વેક્સિન વગર બાકી ન રહી જાય તે માટે વ્યક્તિનું આયોજન કરવું. તેમજ અંજારના વરસામેડી નાકા પાસે આવેલા મહિલા સૌચલાય આગળ રેકડીઓ ઉભી રહેતી હોય તેનું દબાણ દૂર કરવું. તેવી અધ્યક્ષસ્થાનેથી સૂચના આપવામાં આવી. રિપોર્ટ બાય : હીનલ જોષી અંજાર.