આધાર પુરાવા વગરના લોખંડના સળીયા પકડી પાડતી નખત્રાણા પોલીસ

મળતી માહિતી મુજબ / મે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજનાઓ તથા આઇ/સી પોલીસ અધિક્ષક મયુર પાટીલ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા ના.પો.અધિ. વી.એન. યાદવ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ નખત્રાણા પો.સ્ટે,.ના પો.ઇન્સ. બી.એમ. ચૌધરી નાઓની સુચનાથી નખત્રાણા પો.સ્ટે. ના પો. હેડ કોન્સ વિકેશભાઈ જે. રાઠવા તથા પો.કોન્સ. વનરાજસિંહ જાડેજા એ રીતેના સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન જડોદર(કો) ગામથી સનપાવર કંપની સબ સ્ટેશન તરફ જતા હતા. તે દરમ્યાન રોડની સાઈડમાં બાવળોની જાડીમાં બે ઈસમો કંઈક હરકત કરતા હાજરી છુપાવતા જોવામાં આવેલ જેથી તેઓની પાસે જઈ તપાસ કરતા તેઓના કબજામાંથી આધાર પુરાવા વગરના લોખંડના સળીયા વજન ૧૨૫ કિ.ગ્રા. કિ.રૂ. ૬૮૭૫/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી બન્ને ઈસમોને સી.આ.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય : જે.આર.ગોસ્વામી