ગાંજાનો ખૂબ મોટો પ્રમાણમા જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી અમદાવાદ ગ્રામ્ય

ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થો પર બંધી હોવા છતાં બીજા રાજ્યોમાંથી નશીલા પદાર્થો ગુજરાતમાં લવાય છે. તે પદાર્થોને ગુજરાતમાં લાવવાથી અટકાવવા માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત બની છે. અને તેને નેસ્તનાબૂદ કરવા માટે કાર્યરત બની છે. એસ.ઓ.જી. પો.કો. મુકેશદાન ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અમીતભાઇ વનરાજસિહ વાઘેલા રહે-ચેખલા તા-સાણંદ જી.-અમદાવાદ તથા રાજસ્થાનવાળા રાજુભાઇ બાદરજી માલ્યા તેમજ દિપકભાઇ સત્યનારાયણ સોમાણી રાજસ્થાનથી મોટા જથ્થામાં નશાકારક માદક પદાર્થ ગાંજો લાવી ચેખલા ગામની સીમમાં આવેલ મોરલાવાળા પા તરીકે ઓળખાતા હેમુભાઇ ભગવાનજી વાઘેલાના ખેતરમાં આવેલ ટયુબવેલ માટે બનાવેલ રૂમના ધાબા ઉપર સંતાડી રાખેલ છે. જે ગાંજો સફેદ કલરની ક્રેટા ગાડી નંબર- આર.જે.-૦૬-સી.સી.-૪૯૫૮, માં હેરાફેરી કરી રીટેઇલમાં રાત્રી દરમિયાન વેચાણ કરે છે. જે આધારે તે જગ્યાએ રેઇડ પાડતા પાંચ આરોપીઓને ગાંજો ૧૫૪ કીલો ૫૬૨ ગ્રામ ગાંજાની કુલ કિ.રૂ.-૧૫,૪૫,૬૨૦/-ની તથા અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં ગુન્હો સાણંદ પો.સ્ટે રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.વોન્ટેડ આરોપી ભવરલાલ તૈલી પાસેથી આરોપી પારસમલ ગુર્જર નાએ પ્રતિ કિલો ૪૦૦૦ રૂપિયામાં ખરીદ કરી આરોપી દિપકભાઇ સોમાણીને પ્રતિ કિલો ૫૦૦૦માં વહેંચેલ તથા આરોપી રાજુભાઇ માળીએ પ્રતિ કિલો ૬૦૦૦ રૂપિયા આપી દિપકભાઇ પાસેથી લીધેલ તથા રાજુ માળી પાસેથી આરોપી અમીતે પ્રતિ કિલો ૭૦૦૦માં લીધેલ અને આરોપી અમીત પ્રતિ કિલો ૯૦૦૦ ના ભાવથી છુટક વેચાણ કરતો હતો.
આરોપી પારસમલ ગુર્જર છેલ્લા છ-સાત માસથી ગાંજાના વેચાણની પવૃત્તિ સાથે સંડોવાયેલ છે. અને આ પકડાયેલ ગાંજાનો જથ્થો આશરે પાંચેક દિવસ પહેલા દિપક સોમાણી, ગોવિંદ જોષી તથા રાજુ માળીની મદદથી ટ્રાન્સપોર્ટના વાહનો મારફતે ગુજરાતમાં લાવેલ અને ચેખલા ગામે અવાવરૂ ખેતરમાં જથ્થો ઉતારી અમીત વાઘેલાની મદદથી પકડાયેલ ક્રેટા ગાડી મારફત છુટક વેચાણ કરતા હતા. સદરહુ જથ્થો કોને વહેંચવાનો હતો તે બાબતે તપાસ ચાલુ છે. રિપોર્ટ બાય : ગોહેલ સોહિલ કુમાર