બોટાદ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ, ૧૯૫૯ તથા નિયમો, ૧૯૬૦ હેઠળ કલમ-૬ તથા કલમ-૭ હેઠલ અધિકૃત કરવામાં આવેલ સત્તાની રૂએ જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરી, બોર્ડ, નિગમ કે અર્ધસરકારી તેમજ અનુદાનિત સંસ્થાઓ તથા ૨૫ થી વધુ વ્યક્તિઓને સવેતન કામે રાખતા ઔદ્યૌગિક એકમો, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ કે મંડળીઓ તથા ખાનગી ક્ષેત્રના એકમોએ રોજગાર કચેરી ખાતે એકમ કે કચેરીની નોંધણી કરાવવી ફરજીયાત છે.
આ બાબતે ઉક્ત અધિનિયમ હેઠળ સમાવેશ થવા પાત્ર એકમો કે કચેરીઓએ ઓનલાઈન વેબપોર્ટલ પર અથવા અત્રેની કચેરીના ઇ-મેઇલ: ડીઈઈ-બોટાદએજધ્રેટગુજરાત.ગોવ.ઈન પર એકમની વિગતો મોકલી નોંધણી કરાવી લેવાની રહેશે. અધિનિયમ હેઠળ અધિકૃત કરવામાં આવેલ સક્ષમ અધિકારી દ્વારા આકસ્મિક તપાસ નિરીક્ષણ દરમિયાન અધિનિયમ જોગવાઇના ભંગ બદલ એકમ પર કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ ન પડે તે હેતુસર સત્વરે એકમની નોંધણી કરાવી લેવા જણાવવામાં આવે છે. વધુમાં, નોંધણી લગત વિશેષ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદના હેલ્પ લાઇનનં. ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે. રિપોર્ટ બાય : લાલજી બોટાદ