તા.૨૨/૦૬/૨૦૨૧ ને મંગળવારના રોજ સમય 0૨ થી 0૨-૩૦ કલાક દરમિયાન એચબી ક્વીન હરીફાઈ ની થીમ ઉપર આઈસીડીએસ સેટકોમ કાર્યક્રમ યોજાશે
બોટાદ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા સેટકોમ કાર્યક્રમ નિહાળવા અનુરોધ, બોટાદ આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઈસીડીએસ સેટકોમ કાર્યક્રમના માધ્યમથી આઈસીડીએસની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપી વિવિધ મુદ્દાઓ વિશે ક્ષમતાવર્ધન કરવા માટે તા.૨૨/૦૬/૨૦૨૧ ને મંગળવારના રોજ સમય ૦૨-૦૦ થી ૨-૩૦ કલાક દરમિયાન “HB ક્વીન હરીફાઈ” ની થીમ ઉપર સેટકોમનું આયોજન કરેલ છે. સેટકોમ હોપસ્કોચની મદદથી રમત, પોષણ – આર્યનનું મહત્વ સમજાવવામાં આવશે, આર્યન મળતા ખોરાકની સમજણ આપવામાં આવશે તથા એચ.બી.નું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે વિશે સમજાવવામાં આવશે જે પ્રસારણ ટી.વી – વંદે ગુજરાત ચેનલ – ૧, મોબાઈલ ડબલ્યુસીડીગુજરાત ની યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ તથા જીઓ એપ વંદે ગુજરાત ચેનલ – ૧ પરથી નિહાળી શકાશે. આ સેટકોમ કાર્યક્રમનો તમામને લાભ લેવા વધુમાં જણાવવામાં આવે છે. રેઓર્ટ બાય : લાલજી બોટાદ