ભારાપરના બહેનનું ગુમ થયેલ રૂ.૨૫૦૦૦/-થી ભરેલ પર્સ ગણતરીના કલાકોમાં શોધી આપતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

‌‌ મળતી માહિતી મુજબ/ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજદાર ગૌરીબેન જયંતીભાઇ મહેશ્વરી રહે-ભારાપર તા.ભુજવાળા બહેને પોલીસ સ્ટેશનમાં આવી રજુઆત કરેલ કે પોતાનું રૂ.૨૫૦૦૦’- થી ભરેલ પર્સ આજ રોજ ભુજમાં ખરીદી કરવા માટે આવેલ ત્યારે વાણીયાવાડમાં હોટલ આભા પસક્સે ક્યાંક પડી ગયેલ છે. અને તપાસ કરતા પરત મળેલ નથી. તેવી રજુઆત કરતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.બી.વસઘ્વાની સુચના મુજબ સર્વેલન્સ સ્ટફના કર્મચારીઓ દ્વારા બનાવવાળી જગ્યાના આજુબાજુ વાળા વ્યક્તિઓની તપાસ કરતા ત્યાં બાજુમાં શાકભાજીના લારી કરતા બાબુભાઇ નારણભાઇ પટણી રહે-રામનગરી હનુમાનજી મંદીરની બાજુમાં ભુજવાળાએ પોતાને પર્સ મળેલાનું જણાવેલ અને પરત સોંપવા માંગતા હોઇ જે અરજદરનું રૂ.૨૫૦૦૦,-(પચીસ હજાર) થી ભરેલ પર્સ અરજદાર બહેન ગૌરીબહેનને પરત સોંપવામાં આવેલ છે. આમ ઉપરોક્ત કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી.વસાવાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના એએએસ.આઇ કિશોરસિંહ જાડૅજા પો.કોન્સ મનુભાઇ નાડોદા તથા રાકેશભાઇ રાજપુત તથા ભરતજીઠાકોર તથા વુમન પોકોન્સ ઉર્વશી રાજગોર નાઓ જોડાયેલા હતા.