ભારતીય બનાવટના ઇગ્લીનશ દારૂ રૂ ૩૭,૬૧૦/-ના મુદામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બોરતળાવ પોલીસ

ભાવનગર રેન્જના મહાનિરક્ષક અશોકકુમાર સાહેબ.નાઓ તરફથી દારૂ/જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે ભાવનગર જિલ્લાના મે. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરના માર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસનની સીધી સુચના આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.એમ.રાવલની સુચના આધારે પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.એસ.વાય ઝાલા સા. તથા પો.સ્ટે.નાં માણસો હેડ કોન્સ એચ.એચ.સોલકી,રાજેંદ્રસિંહ ગોવિંદસિંહ તથા પો.કો કુલદીપસિંહ લગ્ધીરસિંહ, સંજયભાઇ હાફુભા, કુલદીપસિંહ કનકસિંહ, ગોવીદસિંહ કાનાભાઇ, અનીલસિહ મનુભાઇ, દેવેન્દ્રસિંહ નીરુભા, હર્ષદસિંહ અરવિંદસિંહ, મહીપાલસિંહ દિલુભા, જયદિપસિંહ હરદેવસિંહ એ રીતેના પો.સ્ટે.. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાદન સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે આખલોલ જકાતનાકા ટોયાટો શો-રુમ પાસે બે ઇસમો ત્રણ મોટી સાઇજના ટ્રાવેલ બેગ સાથે શંકાસ્પદ હાલતમા ઉભા છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ જતા બાતમી મુજબના વર્ણનવાળા બે ઇસમો ઉભા હોય જેની પાસે રહેલ મોટી સાઇઝના ટ્રાવેલ બેગ ચેક કરતા તેમાથી ભારતીય બનાવટના વીદેશી દારુની અલગ અલગ બ્રાંડની નાની મોટી બોટલો નંગ ૬૫ કિ.રૂ. ૩૬૫૧૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩૭,૬૧૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપી ઇસમોને હસ્તગત કરેલ છે.આમ આરોપીઓ પાસેથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારુનો જથ્થો પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુધ્ધ પ્રોહી કલમ ૬૫(એ,ઇ), ૧૧૬(બી),૮૧ મુજબ ગુન્હો રજી.કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર.