જખૌનાં કોળી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતાં લોકો પરેશાન થયા

WhatsApp-Image-2021-06-20-at-9.36.23-AM

જખૌ ગામમાં કોળી વાસ વિસ્તારમાં વરસાદની શરૂઆત થતાં પાણી ભરાય છે. હાલે સુજલામ સુફલામ્ યોજના ચાલુ છે. તો પણ નીચલા વાળા રસ્તામાં માટીની ભરવામાં આવતી નથી. અને પાણીનો કોઈ નિકાલ માટે વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી. લોકો દ્વારા ગણી રજૂઆત કરવા જતાં. જખૌ પંચાયત દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતો નથી અને જયારે ચૂંટણી આવે છે. ત્યારે જ પુંછા થાય છે. જો વધારે વરસાદ થાય ત્યારે ખુબજ પાણી ભરાય છે. અને વીજળી તારનો સોર્ટ-સર્કિટનો ભય હોય છે,અને પાણી ભરાય છે, એનો નિકાલ ક્યાં કરવામાં આવતો નથી. પાણી વધારે સમય રેવાથી આરોગ્ય લાગતી સમસ્યાનો પણ ભય હોય છે. અને કોઈ જાતની સુવિધાથી આ ૪૫૦ ની વસ્તી ધરાવતો વિસ્તારમાં કોઈ જાતનો સરકારી યોજના સુવિધા વંચિત છે. જો જખૌ પંચાયતના અધિકારી ધ્યાન નાઈ આપે તો ઉચ્ચ લેવલે રજૂઆત કરવામાં આવે એવી લોકો દ્વારા કચ્છ કેર ન્યૂ એમના પ્રશ્નની ઉચ્ચ લેવલથી એમની અવાજ પોચાડવા રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટ બાય : જતિન લાલકા