ઇન્દોરના જ્યોતિષ રાજેશ શર્માએ દાહોદ આવીને બે નગરપાલિકા ના કાઉન્સિલરોનું કોરોના વોરિયર્સ તરીકેનું સન્માન કર્યું



દેશમાં અને રાજ્યમાં કોરોનાની બીજી લહેરે તેનો પ્રકોપ બતાવી જે રીતે વિનાશ વેર્યો તેને લઈને હવે કોરોનાની બીજી લહેરમાં કોરોના પોઝિટિવના કેસો ઘટવાની સાથેજ મુત્યુ આંક પણ ઘટવા મંડ્યો છે. અને બીજી લહેરમાં કોરોના વોરિયર્સ બનીને જે સંસ્થાઓએ અને સેવાભાવી લોકોએ માનવજાતની હોસ્પિટલોથી લઈને સમશાન સુધી જે રીતે સેવા બજાવી છે. તેમની સેવાને ખરેખર બિરદાવા લાયક છે. જે લોકોએ પોતાની અને પોતાના પરિવારોની જરાય ચિંતા કર્યા વગર લોકોના પરિવારોના પડખે ઉભા રહ્યા છે. તેવા યોદ્ધાંઓને ખરેખર બિરદાવવા લાયક છે. એવાજ બે દાહોદ નગરપાલિકાના કોરોના વોરિયર્સ તરીકે ઉભરીને લોકોની સેવા બજાવી છે. તેવા કાઉન્સિલરોનું સન્માન કરવા માટે ઇન્દોરના સુપરસિદ્ધ જયોતિષ અને ગોલ્ડ મેડલિસ્ટ રાજેશ શર્મા અને તેમની સાથે આવેલા દાહોદના સંગીતા ડામોર કે જે બ્યુટી એક્સપર્ટ છે. તેમના દ્રારા દાહોદમાં આવીને ગોદી રોડ ખાતે લખણ ભાઈ રાજગોરની ઓફિસે બન્ને કાઉન્સિલરો લખણ ભાઈ રાજગોર અને અહેમદ ભાઈ ચાંદ એમ બન્ને કાઉન્સિલરોને પસ્થિપત્ર આપીને સન્માનિત કરાયા હતા. અને તેમની કોરોનાની બીજી લહેરમાં કરેલી કામગીરીને બિરદાવીને તેમને યોદ્ધા તરીકેનું સન્માન આપી સન્માનિત કરાયા હતા. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ.