કચ્છમાં 910 તળાવોને નીમ કરવામાં આવ્યા

ગુજરાતમાં સૌપ્રથમ પહેલ કરવામાં આવી છે… કચ્છના ૨૮૧ ગામના કુલ ૯૧૦ તળાવોને રેવન્યૂ રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્રની ઝુંબેશરૂપ કામગીરી કરવામાં આવી છે.. કચ્છના ૧૦ તાલુકાઓમાં કુલ ૯૧૦ તળાવની અંદાજે ૫૬૦૦ એકરથી વધુ જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે…વૈજ્ઞાનિક ઢબે જમીન માપણી પ્રક્રિયા બાદ સત્તાવાર દરજ્જાના હુકમથી કચ્છના તળાવોને મહેસૂલી રેકર્ડમાં મળી નવી ઓળખ મળી છે..માત્ર ત્રણ મહિના જેટલા ટૂંકા ગાળામાં વૈજ્ઞાનિક ઢબે માપણી, ફિલ્ડ વિઝિટ સહિતની રેવન્યૂ પ્રક્રિયાઓને પૂર્ણ કરીને તળાવોને સત્તાવાર દરજ્જો અપાયો છે…કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આ પરિસ્થિતિમાં પીવાના પાણી, કૃષિ અને પશુપાલન માટે જળ સંસાધનો, તળાવો અને વોટરબોડીનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે. આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છ કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં ત્રણ મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી… મહેસૂલી તંત્ર દ્વારા નીમ ન થયેલા તળાવો અને વોટરબોડીની ઓળખ કરીને તેને નીમ કરવાની પ્રક્રિયા ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી…. ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના ૨૮૧ ગામના કુલ ૯૧૦ તળાવોને રેવન્યૂ રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં તળાવો અને વોટરબોડીને સત્તાવાર દરજ્જો આપતા પહેલા તેના ક્ષેત્રફળની માપણીનો અભિગમ અનુસરવામાં આવ્યો. જેથી ભવિષ્યમાં તળાવોના ક્ષેત્રફળને લઈને કોઈ જ વાદવિવાદ ઉપસ્થિત ન થાય અને સત્તાવાર દરજ્જા બાદ તળાવ સંરક્ષણ અને સંવર્ધનના કામોનું સુચારુંરૂપે અમલીકરણ કરી શકાય….કચ્છના ૨૮૧ ગામમાં કુલ ૯૧૦ તળાવો માટે અંદાજિત ૫૬૯૧ એકર જમીન નીમ કરાઈ છે. કચ્છના ૯૧૦ તળાવોને હવે સત્તાવાર મહેસૂલી રેકર્ડમાં દરજ્જો પ્રાપ્ત થયો હોય આગામી સમયમાં ‘સુજલામ સુફલામ યોજના’, અમૃત સરોવર, વીબીજીરામજી વગેરે યોજનાઓ હેઠળ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી જળસંચયના કામો કરી શકાશે. તળાવના નીમ થવાથી પર્યાવરણી જાળવણી થઈ શકશે અને વન વિભાગ દ્વારા આ તળાવોની આસપાસ વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે.
ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના મહેસૂલી તંત્ર દ્વારા આટલી મોટી સંખ્યામાં તળાવોને નીમ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે, જેનાથી સૌથી મોટો ફાયદો ભૂર્ગભ જળમાં સુધારા બાબતે થશે. આસપાસના વિસ્તારના ટ્યૂબવેલ, બોરવેલ અને કુવાઓના જળસ્તર ઊંચા આવશે. તળાવોને સત્તાવાર મહેસૂલી દરજ્જો મળવાથી હવે જળસંચયના લગતા વોટર હાર્વેસ્ટિંગ અને પાઈપલાઈન પ્રોજેક્ટ્સ પરનો રાજ્ય સરકારનો ખર્ચ ઘટશે. મોટા પ્રમાણમાં જળસંગ્રહ થવાથી ‘માઈક્રો-ક્લાઈમેટ’માં સુધારો થશે. તળાવોના સંરક્ષણથી ખારાશ ઘટશે જેથી પીવાના અને સિંચાઈના પાણીની ગુણવત્તા સુધરશે…

બાઈટ :- આનંદ પટેલ – કલેકટર કચ્છ